બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010

હે પ્રભુ - રવીન્દ્રનાથ ટાગોર


જગ્દેશ્વરથી શું માંગવું? એ તો અંતર્યામી છે, આપણી મૂક અને પ્રગટ લાગણીઓ વાંચ્છાનાઓની એને સતત જાણ રહે છે,  આપણી આંતરિક અને બાહ્ય જરૂરિયાતોનો એને ખ્યાલ છે છતાં માનવ સહજ નબળાઈઓમાં ટકી રહેવા એનો સહારો જોઈએ છે  ને? પ્રિય હિનાબેને  પાઠવેલ કવિવરની આ પ્રાર્થના હૃદયસ્પર્શી છે.

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય  ત્યારે
સુંદર રીતે કેમ જીવવું  તે મને શીખવ .

બધી બાબતો  અવળી પડતી  હોય ત્યારે ,
હાસ્ય અને આનંદ કેમ ના ગુમાવવા  તે મને શીખવ .
પરિસ્થિતિ  ગુસ્સો પ્રેરે  એવી  હોય ત્યારે ,
શાંતિ કેમ રાખવી  તે મને શીખવ .

કામ અતિશય  મુશ્કેલ  લાગતું  હોય ત્યારે ,
ખંત થી  તેમાં  લાગ્યા  કેમ રહેવું તે મને શીખવ .

કઠોર ટીકા અને નિંદાનો વરસાદ  વરસે ત્યારે ,
તેમાંથી  મારા ખપનું  ગ્રહણ કેમ કરી લેવું તે મને  શીખવ.

પ્રલોભનો , પ્રશંસા , ખુશામત ની  વચ્ચે ,
તટસ્થ કેમ રહેવું  તે મને શીખવ .

ચારે બાજુથી  મુશ્કેલીઓ  ઘેરી  વળે,
શ્રદ્ધા ડગુમગુ  થઇ  જાય ,
નિરાશાની  ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય  અને શાંતિથી  તારી કૃપાની  પ્રતીક્ષા 
કેમ કરવી  તે  મને  શીખવ .

રવીન્દ્રનાથ ટાગોર

સૌજન્ય: હિના શુક્લ (અમદાવાદ)

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2010

વ્યથા - બાબુલ

મારાં રૂંવે રૂંવા ને
ખેંચી કાઢી
એમાંથી ઉપસેલી
લોહી ની લાલ ટશરો ને 
ચૂસ્યા કરે છે
એક પિશાચી તત્વ

એના 
તીણા નહોર
મારી ચામડીથી ય
ઊંડા 
ઉતરી ગયા છે
 
સતત સંવાદિતતાથી 
સ્નિગ્ધ રહેતું
સ્વરૂપ
સાવ વિકૃત થઇ ગયું છે

એ શેતાની દ્રવ્ય
ભીડાવી દે છે 
એના લાંબા
ગંદા
લોહિયાળ દાંત
મારા હૃદયમાં 

મારું 
શ્વેત 
સાફ
દાગરહિત વસ્ત્ર
ખરડાઈ જાય છે

કોઈ બદનામ વસ્તીની આગ 
આવીને જલાવે છે
મારાં
અધુરાં
અધવચ્ચે અટવાયેલાં
અળખામણા સ્વપ્નોની હોળી

અકાળાયેલું મારું માનસ
થાકી ગયું છે સાવ
કહ્યું કોઈકને ક્યારેક જો મેં - 
કોઈએ હસી લીધું
કોઈએ રડી દીધું 


બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી  

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2010

પરંપરાના શાગિર્દની ગઝલ -પંચમ શુક્લ

રાષ્ટ્રના બંધારણ માફક ગઝલ બંધારણ એ દીર્ઘ અભ્યાસ નો વિષય છે. ભાઈ પંચમ નવી પેઢીના ગઝલકારોમાંના એવા ગઝલકાર છે જેમણે આ બંધારણને પચાવ્યું છે. આ ગઝલમાં એમના કોરડાના સોળ ચમચમે એવા છે. એની રચના ૨૬ જાન્યુઆરીએ થઇ એ કેવો સંયોગ?  

પરંપરાના શાગિર્દની ગઝલ

ગયો ઈસ્લાહ લેવા ને હતા ઉસ્તાદ પણ હાજર,
ગડી વાળેલ ગઝલો તોય રહી ગઈ જેબની અંદર.

હૃદયમાં મંદાક્રાંતા ને શિખરિણી શ્વાસમાં તો પણ,
કલમ પકડું ત્યાં લાગે છે લગાગાગાનો ભારે ડર.

ભલું થાજો આ મહેફીલનું નથી જેમાં કોઈ શ્રોતા,
કરે ચુપકીદી મારી, મારા હર અશઆરનો આદર.

વકાસેલું વદન મારું- હું મારાં દિલમાં નીરખું છું,
નથી હું લાગતો પંડિત, નથી હું લાગતો શાયર!

પ્રભુ! ના કોરડો વીંઝો લથડતા બાળની ઊપર,
બિછાવો છંદનો ખોળો નીતરતો ભાવ છે સાદર.

- પંચમ શુક્લ
૨૬-૦૧-૨૦૧૦


શનિવાર, 30 જાન્યુઆરી, 2010

सईद "मुसाफिर"


કેટલાક વરસ પહેલા લખાયેલી આ ગઝલ ઇકબાલની ગઝલના ભાવને અનુસરે છે અને  શાયરની વેદનાનો પ્રતિઘોષ પણ છે. વતનની દુર્દશા - તત્કાલીન -થી વ્યથિત શાયર કહે છે,
हर शाख अपना अपना वजूद चाहती है
मजबूर हो के बैठा है बागबां हमारा
એક ઝાડ અને   સૌ ડાળને  અલાયદી ઓળખ એનાથી ઉપજેલી દ્વિધાને ખાળવામાં અસમર્થ માળી ... અને છતાં  શાયર કહે છે 
दुश्मन के इरादों से हमको न कोई डर है
अपनों की बेरुखी से डरता है दिल हमारा
enjoy !

क्या हाल हो रहा है इस देश में हमारा 
हँसते है दुनियां वाले झुकता है सिर हमारा
दुश्मन के इरादों से हमको न कोई डर है
अपनों की बेरुखी से डरता है दिल हमारा
हर शाख अपना अपना वजूद चाहती है
मजबूर हो के बैठा है बागबां हमारा
इकबाल भी न कहता गर आज जिंदा होता
सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हर सख्श फंस गया है महंगाई की भंवर में
इक्कीसवी सदी का अभी दूर है किनारा
कैसे कदम बढ़ाये इस हाल में "मुसाफिर"
कांटो से भर गया है यह रास्ता हमारा
 
सईद "मुसाफिर"
15th August 1986 

સોમવાર, 25 જાન્યુઆરી, 2010

सारे जहाँ से अच्छा

सारे जहाँ से अच्छा हिन्दुस्तां हमारा
हम बुल बुलें हैं इसकी ये गुलिस्ताँ हमारा
गुरबत में हो अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
पर्वत वो सब से ऊँचा हम साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा
गोदी में खेलती हैं इस की हजारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क -ऐ -जनाँ हमारा
ऐ आब -ऐ -रूद -ऐ -गंगा वो दिन है याद तुझ को
उतरा तेरे किनारे जब कारवाँ हमारा
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दुस्तां हमारा
यूनान -ओ -मिस्र -ओ -रोमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाकी नाम -ओ -निशाँ हमारा
कुछ बात है की हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर -ऐ -ज़मां हमारा
'इकबाल' कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द -ऐ -निहां हमारा



गुरबत = परदेस
पासबाँ = चौकीदार
रश्क -ऐ -जनाँ = स्वर्ग की इर्ष्या
यूनान = ग्रीक, मिस्र = इजिप्त, रोमा = रोमन साम्राज्य
महरम =आत्मीय
दर्द -ऐ -निहां = छुपा हुआ -अंदरूनी दर्द


શનિવાર, 23 જાન્યુઆરી, 2010

આ જગઝાળા પર શબ્દોમાં ઓગળેલી અનુભૂતિઓના અવતરણ ધીમે ધીમે પાકટ થતા જાય છે.  એક વરસ પૂરું થયાના  ટાણે સર્વશ્રી મનોજ ખંડેરિયા નું અવતરણ ટાંકું છું -

મને સદભાગ્ય કે શબ્દ મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે

...અને સદભાગ્યે આ સફર હજુ જારી છે, આ શબ્દરસનો  સમજાવ, સમભાવ, સદભાવ અવતરણ ના સ્વભાવમાં આત્મસાત થાય એ જ અભ્યર્થના. આશા છે કે આપ સૌ અવતરણ માણતા રહેશો. 

રસમ અહીં ની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઇ જાય ચોખ્ખા  
(મનોજ ખંડેરિયા)

શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

વિષાદ -બાબુલ

છે વિષાદ 
અહીં પણ, ત્યાં પણ...
ત્યાં- 
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મુશળધાર હેલી
ઘડી બે ઘડી.
અહીં-
પાનખરના પ્રત્યેક પર્ણ પતન ની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઇ થીજે
લાંબી અંધારી રાતમાં
સતત
અવિરત.

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...