યાર દોસ્તીની ખબર કર
પ્રેમ જેવી તું અસર કર
ખોલ ધોળા આવરણને
કોરી ધાકોર નજર કર
રંગ પામ્યા છે અંત બસ
એમને ખાતર કબર કર
ના કર માતમ ગમ ન સિતમ
સાંભળ: સંભાળ, સબર કર
અંત છે આરંભ 'બાબુલ'
તું એક ઈશ અકબર કર.
બાબુલ:
એક સ્વજન, જ. ખલીલ ધનતજવી ના દેહાંત (ઇન્તેકાલ)ના સમાચાર પર:
અવસાન પ્રસંગ: આ સંસારમાંથી આખરી વિદાય - સફેદ કફન, અંતિમ દર્શન, શ્વેત પરિધાન ( રંગ અંત); રુદન- આક્રંદ વચ્ચે ઉભરતી ફિલસૂફ સલાહ, સૂચન: ધૈર્ય, સમજદારી અને શ્રધ્ધા- આસ્થા. મક્તા ( અંતિમ શેર) - મત્લા (પ્રથમ શેર- આરંભ)નો મહિમા કરે છે: આવે ટાણે પ્રેમ -દોસ્તી થકી શાતા પ્રસરાવીએ.
પ્રાર્થના (દુઆ) કે એમના મૃતાત્મા (રુહ)ને વૈકુંઠ (જન્નત) પ્રાપ્ત (નસીબ) થાય.