શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

પીળા પત્રો - બાબુલ

 ફરી

એ જ પીળા પત્રો

જુની શ્યાહી, પણ

લીલી છમ્મ!

મોસમના

સતત બદલાતાં સત્રો

કોઈક  ધરડા પાન ઉપર

નસેનસ સંકોરી કોતર્યા કરે છે

સંદેશો

ઓતરાદી વાયરાના

ટાઢુકા વાયદામાં

એ પાન-

ઝૂલશે

ભૂલશે એ ભાન,

તૂટશે

ખૂટશે એ ડાળ પર

એ અંદેશો.

પછી

ખુલ્લાં એવાં ઝાડ

વચાળે 

ઊડાઊડ કરશે 

પીળા પત્રો

વગડે ખાલી ખમ્મ.

(એ)મને 

વાંચી શકાય તો 

વાંચો, મિત્રો.


બાબુલ

5 સપ્ટેમ્બર  20


દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...