પ્રેમ
એટલે આપોઆપ ચાલતા શ્વાસ
સ્વયં ધબકતું હૃદય જેમ
યા ઉદધિ - જેનો નીકળે નહિ ક્યાસ
સખી
વિસ્તરતા આભની કથા
નૈને કવિતામાં લખી
આ જ મીઠી વ્યથા
સ્નેહ
તાજો સ્વાદ ભીની ધરાનો
ધોધમાર ક્યાંક, રોજ ઝરમરિયો મેહ
કલરવ મધુર લીલી કંદરાનો
હું જ
કલ્પન, સ્વપ્ન ને સાંખતો
ને રક્તના કણ કણમાં તું જ
જીવ, તને ખુદમાં રાખતો
પ્રેમ
સખી
સ્નેહ
તું જ
બાબુલ
એટલે આપોઆપ ચાલતા શ્વાસ
સ્વયં ધબકતું હૃદય જેમ
યા ઉદધિ - જેનો નીકળે નહિ ક્યાસ
સખી
વિસ્તરતા આભની કથા
નૈને કવિતામાં લખી
આ જ મીઠી વ્યથા
સ્નેહ
તાજો સ્વાદ ભીની ધરાનો
ધોધમાર ક્યાંક, રોજ ઝરમરિયો મેહ
કલરવ મધુર લીલી કંદરાનો
હું જ
કલ્પન, સ્વપ્ન ને સાંખતો
ને રક્તના કણ કણમાં તું જ
જીવ, તને ખુદમાં રાખતો
પ્રેમ
સખી
સ્નેહ
તું જ
બાબુલ