મંગળવાર, 24 ડિસેમ્બર, 2013

જોબનવંતી - બાબુલ

 જોબનવંતી ચાલે એ નીકળી લેવા લાડ
રૂપમતી કૂકડીને રોકી શકી ના વાડ

વંડી ઉપે કૂકડો મોટો રોજ કરે કકળાટ
કૂકડી વા'લી ચાંચુડીના નોંખા કાઢે ઘાટ
મન ચઢે ચકડોળ ને દોટ મૂકે જો નાડ
બિમાર રૂદિયાને રાણી આમ ના રંઝાડ

કલગી ગાતી ઉંચે સાદે રોજ એનાં  ગાન
કૂક રે કૂક ભેગો કરતો ખોટનો સામાન
ઝરૂખા ઝુકી ગયા ભૂલા પડ્યા કમાડ
કુક્કડ રાજા કોક દિ તો  નેણવા  ઉઘાડ

વાલુડી  ત્રોફાવે ઉરે  ટહુકતો મોર
ઢેલડીયુંના ઘરમાં ઉઠ્યો એવો શોર
ઉતાર આ પીંછા, દુખતી રગને વાઢ 
કૂકડી શોક્યને હાલને હાલ જ  કાઢ  

જોબનવંતી ચાલે જે નીકળે  લેવા લાડ
રૂપમતી કૂકડીને રોકવા બાંધો  વાડ

બાબુલ 

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...