શનિવાર, 21 માર્ચ, 2009

અમસ્તા જ- 'બાબુલ’

અમસ્તા જ બંદગીમાં ઝૂકે છે બાપુ
જીવવાનું જિંદગીમાં ચૂકે છે બાપુ
ના ચિતર્યા કર નામ તું ‘બાબુલ’
અક્ષર પણ અંતે તો તુટે છે બાપુ

'બાબુલ’

સુરજ સવારનો




સૂતો રહ્યો એ આમ ક્યારનો
ભુલો પડ્યો સુરજ સવારનો
એક્લો જ હતો એ ગગનમાં
કોને પૂછવો રસ્તો બહારનો



'બાબુલ’

માણસ - 'બાબુલ’

ન મારા માણસ ન તારા માણસ
લઇ આવ બે ચાર સારા માણસ
થઈ જાશે ટોળું બસ ઘડી ભરમાં
ન કર તું ભેગાં વધારા માણસ
'બાબુલ’

વાતાવરણ - 'બાબુલ’


બસ એક હું અને એક તું
વળી વાતાવરણ પ્રેમ નું
છે મહોરેલા અરમાનો
ના પુછ એમનો અર્થ શું

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...