શનિવાર, 23 જાન્યુઆરી, 2010

જગઝાળા પર શબ્દોમાં ઓગળેલી અનુભૂતિઓના અવતરણ ધીમે ધીમે પાકટ થતા જાય છે.  એક વરસ પૂરું થયાના  ટાણે સર્વશ્રી મનોજ ખંડેરિયા નું અવતરણ ટાંકું છું -

મને સદભાગ્ય કે શબ્દ મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે

...અને સદભાગ્યે આ સફર હજુ જારી છે, આ શબ્દરસનો  સમજાવ, સમભાવ, સદભાવ અવતરણ ના સ્વભાવમાં આત્મસાત થાય એ જ અભ્યર્થના. આશા છે કે આપ સૌ અવતરણ માણતા રહેશો. 

રસમ અહીં ની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઇ જાય ચોખ્ખા  
(મનોજ ખંડેરિયા)

શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

વિષાદ -બાબુલ

છે વિષાદ 
અહીં પણ, ત્યાં પણ...
ત્યાં- 
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મુશળધાર હેલી
ઘડી બે ઘડી.
અહીં-
પાનખરના પ્રત્યેક પર્ણ પતન ની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઇ થીજે
લાંબી અંધારી રાતમાં
સતત
અવિરત.

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...