મૃત શૈશવને*
નિર્દોષ આયુ
વંચિત પ્રાણવાયુ
નાની બે હથેળી ઉઠાવી ને બાળ
કહેતું હશે શું - મને સંભાળ
ન કિલ્લા, ન પગલીઓ રેત બસ રેત
કિનારે ઢગલીઓમાં રહેત બસ હેત
દરિયો પસવારે નિશ્ચેત ગાલને
કદાચ ઝંખે જીવંત ગઈકાલને
એક ડૂસકું ડૂબ્યું મધ્યે
મૂંગા મ્હોં રક્તપાત પ્રત્યે
સાગર થયો વધુ ખારો
આંસુ એક ખર્યું કે તિખારો
થશે ઈદ - યોમ કીપુર -દીપાવલી- નાતાલ
હાલ તો જાણે ખૂટતા શ્વાસનો સવાલ
બાબુલ
05.09.15
* તૂર્કીના દરિયાકાંઠે ચિર નિંદ્રામાં પોઢેલા શરણાર્થી શિશુને અંજલિ
નિર્દોષ આયુ
વંચિત પ્રાણવાયુ
નાની બે હથેળી ઉઠાવી ને બાળ
કહેતું હશે શું - મને સંભાળ
ન કિલ્લા, ન પગલીઓ રેત બસ રેત
કિનારે ઢગલીઓમાં રહેત બસ હેત
દરિયો પસવારે નિશ્ચેત ગાલને
કદાચ ઝંખે જીવંત ગઈકાલને
એક ડૂસકું ડૂબ્યું મધ્યે
મૂંગા મ્હોં રક્તપાત પ્રત્યે
સાગર થયો વધુ ખારો
આંસુ એક ખર્યું કે તિખારો
થશે ઈદ - યોમ કીપુર -દીપાવલી- નાતાલ
હાલ તો જાણે ખૂટતા શ્વાસનો સવાલ
બાબુલ
05.09.15
* તૂર્કીના દરિયાકાંઠે ચિર નિંદ્રામાં પોઢેલા શરણાર્થી શિશુને અંજલિ