એક ઉર્દૂ ગઝલની પ્રેરણા અને એમના શેર ના અનુવાદને સમાવી ને સજાવેલા આ જોડકણા ...
હતા બધા એવા નજીક અથડાયા બહુ
પછી થયું રે હાય હૈયા ઘવાયા બહુ
"કઈ કઈ રીતે ભેદ અહીં ખુલતા ગયા
કરી મિત્રોથી વાત તો પસ્તાયા બહુ
નથી હવે મારા ઘરે કોઈ દીવાલ બાકી
હતા નગરમાં કાલ સુધી પડછાયા બહુ
થઈ આદત નિર્વસ્ત્રતાની ધીમે ધીમે
પ્રથમ તો અજાણ લોકમાં શરમાયા બહુ"
જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ
બાબુલ
જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ
બાબુલ