ખંડેરિયા શબ્દ સાચવ્યા તો સારું થયું
ઈમેલિયા સંદેશ પાઠવ્યા તો સારું થયું
હતી ઝંખના મળવાની કેટલી સદીઓની
નેટ પર દ્ર્શ્ય ફાળવ્યા તો સારું થયું
આહલાદ આલિંગનનો ક્યારે મળત
વર્ચ્યુઅલ સપન સાંપડ્યા તો સારું થયું
બધા ઘાટ વિખરાયા ટુકડા થઈ પળમાં
સ્ક્રીનમાં શિલ્પ સાચવ્યા તો સારું થયું
મહેંકતા’તા શેર ‘બાબુલ’ના એમ તો
કી બોર્ડના કવન સાંભળ્યા તો સારું થયું
Pancham Shukla 11:28
જવાબ આપોકાઢી નાખોQuite new concept. ....કી બોર્ડના કવન in line with changing world.
'અસર' માં આની અસર વંચાય ના વંચાય
જવાબ આપોકાઢી નાખોબ્લોગ માં સમાવી દીધું એ સારું થયું
સઈદ પઠાણ (USA)
Dawoodbhai Ghanchi 14:30 5/12/09
જવાબ આપોકાઢી નાખોઆ તો ઘણી મજાની રચના છે.યંત્રની સાથે લાગણીઓ જોડી દેવી અને એના માં પ્રાણ ફૂકવો એ કવિ હૃદય માગી લે છે.ખરું કે નહિ?
good creation..keep it up Faruquebhai
જવાબ આપોકાઢી નાખો