મંગળવાર, 2 માર્ચ, 2010

સાંજ બધી ઉદાસ છે- 'બાબુલ’

મારી આ ગઝલને જ.આદિલ મન્સુરી સાહેબે એમના 'ગઝલ ગુર્જરી' નેટ પ્રકાશનમાં સ્થાન આપી નવાજી હતી. મારા માટે આદિલસાહેબના સ્પર્શથી એ વધુ પ્રિય બની છે... અહીં એ સાદર રજુ કરી છે, 

સાંજ બધી ઉદાસ છે
તારા મિલનની આશ છે
હું તો બિચારો એકલો
ને એકલું આકાશ છે
સૂરજ ડૂબ્યો જે આંગણે
એ રાત નો આવાસ છે
તારા વિના સૂનો સૂનો
આ ચાંદનો ઉજાસ છે
સૂરજ વિનાનાં સપનાં
ઊંડા ઊંડા રે શ્વાસ છે
આંખ પર છલકી છે એ
હોઠોને જેની પ્યાસ છે
આ ભીનું ભીનું દિલ છે
કે ઊર્મિ તણી ભિનાશ છે
બાબુલ જો ગઝલમાં કહે
બોલ ઇર્શાદ શાબાશ છે

બાબુલ

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...