રવિવાર, 8 માર્ચ, 2015

લોહી - બાબુલ

સોજી ચૂકેલું લોહી
ના સહી શક્યું  ના રહી શક્યું
પોલાં  છિદ્રોને નિર્મોહી
નિશબ્દ દર્દ  ના કહી શક્યું

મૂળ તો મૂઢ છે વલોપાત
ને  ઉપર હડહડતા સ્મિત
પ્રસરે અફીણી આઘાત
વળી કણેકણ ધૂણતા પલિત

ગમગીન બીના: છે ઘાયલ યકીન
ઘાવથી ઉભરતા સિતમ ધોઈ લે
દે દૃષ્ટિને ટેકો: લગાવ દૂરબીન
પીડા છે અંગત -જોઈ લે 

ફરી સ્વસ્થ ફરી સશક્ત
રગેરગ ફરશે નવું રક્ત


બાબુલ
6 ડિસેમ્બર 14

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...