સાજન
એવું પણ થઈ શકત
કે તને અઢળક પ્રેમ કરત
અધર સુંદર હૈયું છાતી
રોજ સ્વયં ધરત.
કિન્તુ
એમ થઈ ન શક્યું:
ગંઠાયેલા ઉરોજને
ઉતારી લીધાયા પછીના
ઘા ભરાઈ ગયાં છતાં
છે લીલાં- દર્દીલાં
ને હૈયાં હાયકારે સૂકાંભઠ:
અને એવાં જ હોઠ
સાજન, જોઉં કને
પીડ વળગે રે મને
ખોઈ ચુકી છું હું જાણે જાત
આપું તો શું આપું તને
હું એક વિસરવા જેવી વાત.
બાબુલ
વિશ્વ કેન્સર દિન 2021.