ભાવાનુવાદ બાબુલ
હો મન નિર્ભય જ્યાં અને શિર હો ઉન્નત
વિહરતું હો જ્ઞાન જ્યાં મુક્ત
હોય ના વિભાજીત વિશ્વ જ્યાં
સાંકડી સ્થાપિત દિવાલોથી
જ્યાં ઉભરે શબ્દ સત્યના ગર્ભથી
ને અથાક આકાંક્ષા પ્રસારે બાહુ સર્વોત્કૃષ્ટતા કાજે
ભટકે નહીં વિવેકનું નિર્મળ ઝરણ જ્યાં
મૃત વલણોના શુષ્ક રેતાળ રણમાં
કરે જ્યાં તું પ્રોત્સાહિત ઉત્તરોત્તર મનને
સતત વિસ્તારવા, વિચાર અને વર્તનને
સ્વતંત્રતાના એવા સ્વર્ગમાં,
ઓ પ્રભુ! મારા દેશને જગાડી દે!