શુક્રવાર, 8 મે, 2009

મોતિયો- 'બાબુલ’

છે મોતિયો આમ તો સમજનો
ને અંધાપો આ છે મગજનો
છે નિદાન શું છે ઈલાજ શું
ફેલાયો છે રોગ આ ગજબનો
'બાબુલ’

સોમવાર, 4 મે, 2009

બંધ નયનની વાતો - 'બાબુલ’

ન સનમની વાતો ન સજનની વાતો
બાકી રહી ગઇ બસ દફનની વાતો
ફરકતી’તી સુંવાળી વાદળી ઓઢણી
બળબળતી રેતને છે કફનની વાતો
કેટલો શાંત છે અહીંનો કોલાહલ
ભીની નજર કરે બંધ નયનની વાતો
લીલા લાલ પીળા સોનેરી રૂપેરી
રંગ બધા કરે એ જ સપનની વાતો
ધડકે શેરમાં આ દિલ સતત યા
છે ‘બાબુલ’ છલકતા ગગનની વાતો
'બાબુલ’

समजो तो

कभी कभी हम यूँ ही दिल बहेलाते है

जो बात नही समजे औरों को समजाते है

निदा फाज़ली

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...