શનિવાર, 19 મે, 2018

બોધ - બાબુલ

છે પ્રપાત ક્યાંક ક્યાંક છે રે ધોધ તું
હિમ કેરું હેમ ક્યાંક તાપમાંનો બોધ તું
સાંત્વના હૈયાની ક્યાંક છે રે ક્રોધ તું
પ્રેમ કેરા નાદને આત્મામાં શોધ તું

બાબુલ 

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...