શુક્રવાર, 27 નવેમ્બર, 2009

ગલગલિયાં - 'બાબુલ’



તહેવારની ખુશી સૌથી વધુ બાળકોને હોય છે; ઇદના પ્રસંગે મારા આ બાળકાવ્ય થકી સૌને શુભેચ્છા... 


કિનારે રમવા આવ્યું બતક
જોઇ બિલ્લાને ભાગ્યું તરત
ચકલીને પણ જોવા મળત
સસ્સારાણાની એક રમત
કાચબાજીની કાઠી કસરત
મગરને ગલગલિયાં કરત
એક ટીંટોડી જો ના ઠગત
તો હંસલા ખડખડાટ હસત
માછલીએ મારી છે શરત
કે થાકશે જરૂર બગભગત
દેડકો ય કાંઇ ના ઉછળત
કીડી મંકોડા જો ના લડત


'બાબુલ’

ગુરુવાર, 26 નવેમ્બર, 2009

શું થયું મુંબઈ - કૃષ્ણ દવે


શું થયું મુંબઈ?
બધ્ધું જ શમી ગયું ને!
એ તો સ્મશાન વૈરાગ્ય!
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય,
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં?
રોઈ રોઈ ને આંખ સુજી ગઈ ને?
ચલ હવે શાંતિથી ઉંઘી જા,
બીજી કોઈ ઘટના ના બને ત્યાં સુધી.

કૃષ્ણ દવે   

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...