એક પતંગિયાની
અધુરી બળેલી પાંખ પર
અણુ વિસ્ફોટની ફિંગર પ્રિન્ટ
અકબંધ છે
સવારે નિશાળે જવા નીકળેલ
પારેવડાંનાં દફતરમાં
આકાશના ભવ્ય ઈતિહાસનાં પાનાં
ભસ્મ થઇ ચૂક્યાં છે
એક પીંછા વિહોણું પારેવું
માની સોડમાં લપાવાની ઈચ્છા લઇ
મૃત્યુ પામે છે
યુધ્ધના વિજયની હેડલાઈનમાં
બળેલી કે મરેલી પાંખનો શોક નથી
અને વાંચતી આંખને એનો ક્ષોભ નથી
બાબુલ
અધુરી બળેલી પાંખ પર
અણુ વિસ્ફોટની ફિંગર પ્રિન્ટ
અકબંધ છે
સવારે નિશાળે જવા નીકળેલ
પારેવડાંનાં દફતરમાં
આકાશના ભવ્ય ઈતિહાસનાં પાનાં
ભસ્મ થઇ ચૂક્યાં છે
એક પીંછા વિહોણું પારેવું
માની સોડમાં લપાવાની ઈચ્છા લઇ
મૃત્યુ પામે છે
યુધ્ધના વિજયની હેડલાઈનમાં
બળેલી કે મરેલી પાંખનો શોક નથી
અને વાંચતી આંખને એનો ક્ષોભ નથી
બાબુલ