હું
કિરણ છું
સરી જઈશ
કડીથી
લોખંડી જાપ્તાને હાથતાળી દઇ
તું
સાંકળને
ક્યાં સુધી રોયા કરીશ?
ઘડ્યા કરી તી
તેં એને
મનસૂબા જેમ
તપાવી ટીપી ટીપીને
જકડવા કોક નિર્બળને
નિર્દય!
ખખડી ચુકી છે એ
પડી છે ધૂળમાં
હવે ગૂંગળાતી મુક્ત હવામાં
જાણે
સ્વયં
સિતમથી પરસ્ત.
કલોલ ૧૭ ડિસેમ્બર૨૦૧૦