રવિવાર, 8 ઑગસ્ટ, 2010

તારી અસરમાં - મનોજ ખંડેરિયા

આ ગઝલમાં એકલતાનો અહેસાસ ઠાંસોઠાંસ ભરેલો છે. બાહ્ય અને આંતરિક ખાલીપો કેવી ઉદાસી સર્જે છે, કોઈક  કે કશાકની ઉણપ એકલા પડતાંની સાથે જ કેવી અચાનક ફૂટી નીકળે છે અને માનસને ઘેરી વળે છે એની સંવેદના સર્વશ્રી  મનોજ ખંડેરિયાએ આબેહૂબ કંડારી છે આ પંક્તિઓમાં... 


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

મનોજ ખંડેરિયા 

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...