શનિવાર, 10 જુલાઈ, 2010

આવજાવ - બાબુલ

થઇ ગયું એવું આ આવજાવમાં
પેસી ગયું અન્ય મુજ સ્વભાવમાં
હતાં કિનારા સમ જે અડીખમ
ધોવાઈ ગયાં એ ય પ્રવાહમાં
ભૂલી પડે તો કેડીને  પૂછજે
નદી જેવી કેમ છે તું દેખાવમાં
બસ એમ છોડી ના જા તું મને
તું જ નીસરે છે પછી આહમાં 
હતો 'બાબુલ' જેવો જે માણસ
કેવો થઇ ગયો એ પ્રભાવમાં

બાબુલ 
      લીડ્સ  ૧૪/૬ ૧૦

રવિવાર, 4 જુલાઈ, 2010

મોનાલિસા-બાબુલ

પેરિસના લુવ્ર સંગ્રહાલયમાં સ્થિત મોનાલિસાના ચિત્રથી સ્ફુરેલ આ કાવ્ય સાદર છે;


ઘોંઘાટીયા પ્રવાહમાં
રેલાઈ ના જાય
એનું સ્મિત એથી
પારદર્શક
કાંચળીમાં
જડી છે
જન્મે
નિતાંત
બહેરી મૂંગી
ગોરીને:
કરવા
રંગીનને
ગમગીન?

બાબુલ
યોર્ક ૧૪/૬/૧૦  

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...