સ્મૃતિભ્રંશ
શનિવાર
શનિવાર
ફરી હું વિસ્મરું
મારું નામ
આ શબ્દ કાવ્ય - શિલ્પ - ચિત્ર
બનાવી દઉં અસંગત
ઠાલો ઠાલો ભરું
રેતઘડીમાં
ધૂળિયું ગામ
ધુંધળી પ્રિયા -સ્નેહી - મિત્ર
હોત શક્ય તો
યાદથી રંગત
કિન્તુ
સ્મૃતિપટ તો
સાવ રંગ વિહોણો
શનિવાર
આવે એ કેટલી વાર?
અપરિચિત પરોણો
આવે બેસે વાંચે લખે ચીંધે
ખોજે જાણે મને - મન ખિજે
ન પ્રેય ન શ્રેય, ન અંત ન આદિ
ન અવધિ સુખદ ન વ્યાધિ
સ્થિર મેજ ખુરશી તકિયો પાટ
કલમ પીંછી ટાંકણે લખિયો કાટ
ગર્ત તંદ્રામાં યાદ તમામ, ફરીવાર
શનિવાર, પરોણો એટલે તહેવાર
બાબુલ ૨૯/૪/૨૦૧૧