રોમાંચ...
સાંજ ઢળી ફરી
ફરી ક્ષિતિજો સળવળી
નાગણ લટ લપસણા ભાલ
શ્વાસ શ્વાસ ઉષ્મા
સુરભિથી મહેંકતા ગાલ
રોમ રોમ તરવરતી તૃષ્ણા
અધીરાં અધર
કંઈજ કારણ વગર
ચૂમી ત્વરિત ક્યાંક
ક્યાંક સઘન ચુંબનનો માદક વળાંક
સ્પર્શ- વિદ્યુતી, અફાટ આકાશ
વિસ્તરે તત્પર બાહુપાશ
ત્વચા ત્વચા,છાતી છાતી
હથેળીઓ અમળાતી
રાતી રાતી
કીકીઓ ઉછળતી મદમાતી
છલોછલ નાભિ: મીઠી વેદના
અદભૂત ચેતના
Romance
બાબુલ
સાંજ ઢળી ફરી
ફરી ક્ષિતિજો સળવળી
નાગણ લટ લપસણા ભાલ
શ્વાસ શ્વાસ ઉષ્મા
સુરભિથી મહેંકતા ગાલ
રોમ રોમ તરવરતી તૃષ્ણા
અધીરાં અધર
કંઈજ કારણ વગર
ચૂમી ત્વરિત ક્યાંક
ક્યાંક સઘન ચુંબનનો માદક વળાંક
સ્પર્શ- વિદ્યુતી, અફાટ આકાશ
વિસ્તરે તત્પર બાહુપાશ
ત્વચા ત્વચા,છાતી છાતી
હથેળીઓ અમળાતી
રાતી રાતી
કીકીઓ ઉછળતી મદમાતી
છલોછલ નાભિ: મીઠી વેદના
અદભૂત ચેતના
Romance
બાબુલ