શનિવાર, 31 જુલાઈ, 2010

જન્મદિન મુબારકઆજ ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિચારક અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ  (અમારા પિતાશ્રી) ડૉ.દાઉદભાઈ ઘાંચીનો જન્મદિન છે, એમને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. એમના સ્વસ્થ દીર્ઘાયુની દુઆઓ સહ આ મુક્તક એમની એક ટચૂકડી ઓળખાણ-  

ના અછત કોઈ દિ ના તો છત નડી છે
આકાશ પ્રસરે એમ  નજર ઘડી છે
આ ખડક ખીણ ને પહાડ વળોટીને
નીકળ્યા અમે ત્યાં પગથી પડી છે. 
બાબુલ 
૩૧ જુલાઈ ૨૦૧૦  

સોમવાર, 26 જુલાઈ, 2010

સૂરજ

સૂરજને હેરાન કરવાની એક તક
વાદળી રાતનો અંધકાર એ શક
બાકી સૂરજ સરકાર, સૂરજ મુલક
પછી ઉજાસ અંગે આપણો શો હક 

બાબુલ (૧૯૮૬)

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...