નહિ મોન્તા
વરી ,
અમોં કો...ય સોં ન્તા મોં
...
શ અમાર તો
ગોમ મોં જ શોં ન્તા
ન પૂરતી શ
ભલ ન શૉમરી ન પાતરી
...
અમોનં વિલાયતી દેવતૉની
કોય જરૂર નહિ
અન નઇ જરૂર ઇના થેલાની ક
ઇયાંની શોકલેટ, ગોરીઓની
મફરી , બોરાં , ટેભરોં
ફોંટમોં બૉંઘી ન રોજ ભરી લાવ શ
અમોરી શોં ન્તા
તો
વરહ ના વસલા દા ડ
સોં ન્તા ની લાય મોં
હું કોંમ ઉપાડો લઇ બેઠા સો લ્યા
ક યું ના ?
ક
નહિ મોન્તા
અમં કો...ય સોં ન્તા મોં
બાબુલ
25 ડિસે. 2020