બુકાની
તું
રહે ખામોશ
યા વદે
પ્રત્યેક શ્વાસે ઉભરે છે
જે કંપારી
તારી
નવલી બુકાનીમાં
એ
અજબ અહેસાસ
જગાવે છે
મારાં મનમાં
---×--
સૌ
કહે છે
એ ગાળે છે
ચાળે છે, હવા
માન્યું!
કે ખાળે છે વ્યથા
કિન્તુ
બાળે છે દિલ
તારાં સુર્ખીલાં અધર આવરતી
બુકાની
--×--
નથી
પિછાની શકતો
એ
પ્રેમ છે કે ઘાત
ને આમ તો
છે એ
મારી જ જાત
બાંધી છે જેણે
જડબેસલાક
રુપાળી બુકાની.
બાબુલ
15 ઑગષ્ટ 2020