શનિવાર, 16 જાન્યુઆરી, 2010

फन - बशीर बद्र




જોઈએ એમાં પ્રભાવ લોહીનો જરા
માત્ર અકસ્માતથી ગઝલ બનતી નથી

બાબુલ



એક યાદગાર ગઝલનું બનવું એ એ કોઈ અકસ્માત નથી. એમાં કવિનું અવલોકન, કવિનો માંહ્યલો જીવ ધબકતો હોય છે. એના પ્રત્યેક શેરમાં ઉછળતા લોહીનો આવેશ હોય છે, અંત્યાનુપ્રાસથી જન્મેલા પ્રત્યેક લયમાં સંવેદના ઢળેલી હોય છે શાયર એમની આ ગઝલના ચોથા શેરમાં  કહે છે એમ કદાચ કવિઓ  પણ એમની કલાનું મૂલ્યાંકન ક્યારેક ઓછું તો નથી આણતા ને? 



कैसे कैसे जाबियों से रौशनी डाली गयी
दोस्तों से बात कह कर हम तो पछताए बहोत 
अब मेरे घर  से  कोई दीवार उठती ही नहीं
थे इसी बस्ती में कल तक मेरे हमसाये बहोत 
रफ्ता रफ्ता बेलिबासी अपनी आदत बन गयी
अजनबी माहौल में पहले तो शर्माए बहोत 
खुद सपेरे को भी अपने फन का अंदाज़ा न था
बीन की आवाज़ से कुछ नाग लहराए बहोत 
आंधियो से जो बचे थे वो मुसाफिर खा गए
इस घनेरे पेड़ पर फल तो "बशीर" आये बहोतI


जाबियों से = ખૂણાથી, તરફથી, દૃષ્ટિકોણ થી  
रफ्ता रफ्ता  = ધીમે ધીમે
 बेलिबासी  = નિર્વસ્ત્રતા 
माहौल  = વાતાવરણ
फन = કળા, આવડત  

સૌજન્ય - સ ઈદ પઠાણ ( યુ એસ એ )

અકબંધ - લતા હિરાણી


તાબેનની આ અછાંદસ રચના શાંત ચિત્તે મમળાવવા જેવી છે, એના શબ્દે શબ્દે ભાવનાઓ વળ ખાતી વર્તાશે. એને કોઈ પ્રસ્તાવનાની જરૂર જ નથી, એ પુરવાર કરે છે કે દર્દ વાચાળ છે. 




લેપટોપ ખોલીને બેઠી છું
વિંડો ખુલે છે ને ફાઇલ પણ
ફોટાઓ એક પછી એક
તમારા હાસ્યને એણે બરાબર સાચવ્યું છે
સ્હેજેય આમતેમ થયા વગર
એક એક રેખા અકબંધ
એક એક ફોટો
એ જ હેત
ને એ જ સચ્ચાઇથી
ફર્યે જાય છે મારી આંખ સામે
મને થાય છે કોપી કરી લઉં તમારા સ્મિતની
અને પેસ્ટ કરી દઉં મારી સ્મૃતિના ખાનામાં
ભરી દઉં આખેઆખું..
પેસ્ટ કર્યા જ કરું છું
કર્યા જ કરું છું
પણ એ રાત....
એ રાતનો ચહેરો
તરડાતો શ્વાસ માટે વળ ખાતો ચહેરો
જીવન માટે ઝઝુમતો ચહેરો
કેમેય કરીને ડીલીટ થતો જ નથી..
એ રાતની આંધી
રીસાયકલબીનમાંથી
વળી એક વાર રીસ્ટોર થઇ ગઇ
આંધી અને પછી પૂર સાચેસાચું
તો યે
એ વિલાતા ચહેરાની
એકે એક રેખા અકબંધ..

9 નવેમ્બર 2009

રવિવાર, 10 જાન્યુઆરી, 2010

ખૂબ ગમી'તી વસંત મને - બાબુલ

 શાર્લોટ મ્યુ (Charlotte Mew નું કાવ્ય I so liked Spring એક ભાવવાહી રચના છે. અહીં એનો મારો અનુવાદ પ્રસ્તુત કર્યાનો આનંદ છે.આશા છે કે આપ ને એ ગમશે.


ખૂબ ગમી'તી મને પોરની વસંત 

કેમકે તમે હતા અહીં; _
ને  કોયલ પણ_
જેના મધુર ગાન હતા તમને પસંદ_
 કેટલા વ્હાલા હતા તમે મને
...ઓણની વાત જ છે જુદી,_
નહી સ્મરું હું તમને
પણ  છે છેવટ એ ય વસંત એથી 
હું ગમાડીશ  એને એમ 
ઓલી કોયલની જેમ    


કાવ્યાનુવાદ - બાબુલ




દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...