શાર્લોટ મ્યુ (Charlotte Mew) નું કાવ્ય I so liked Spring એક ભાવવાહી રચના છે. અહીં એનો મારો અનુવાદ પ્રસ્તુત કર્યાનો આનંદ છે.આશા છે કે આપ ને એ ગમશે.
ખૂબ ગમી'તી મને પોરની વસંત
કેમકે તમે હતા અહીં; _
ને કોયલ પણ_
જેના મધુર ગાન હતા તમને પસંદ_
કેટલા વ્હાલા હતા તમે મને
...ઓણની વાત જ છે જુદી,_
નહી સ્મરું હું તમને
પણ છે છેવટ એ ય વસંત એથી
હું ગમાડીશ એને એમ
ઓલી કોયલની જેમ
કાવ્યાનુવાદ - બાબુલ
ભાવવાહી કાવ્યનો એટલો જ ભાવવાહી અનુવાદ. અનુવાદિત કાવ્યો ક્યારેક એટલા ક્લિષ્ટ બની જતાં હોય છે કે.... તમે એની મધુરતા જાળવી રાખી છે.. અને એમાં ‘ઓણ’ અને ‘પોર’ શબ્દો મુકી એને કોયલની જેમ ટહુકતું કરી દીધું છે..
જવાબ આપોકાઢી નાખોલતા હિરાણી