રવિવાર, 6 ડિસેમ્બર, 2015

એક નાનકડી કીડી - બાબુલ

તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી

અચાનક આરંભાયેલા તાંડવમાં
ખોવાયેલી કીડીના
લીલાંછમ પગલાં
ઘરડા ઓકનાં પીળચટ્ટા  પાન પર
તરતાં તરતાં નદીએ પહોંચ્યા

કીડી વિહોણાં પગલાંથી
ઉશ્કેરાયેલી બ્હાવરી નદી
ઘરેલું વહેણ-
કિનારા છોડી
કીડી શોધવા દોડી

પ્રવેશ્યા જો  પાણી
શણગારાયેલી બારીઓમાં
પછી બુઝી  રોશની:
કોઈક વાસી  છાપું - કીડીનો તરાપો
સમાચાર: હવા ભરેલી હોડી

હાલક ડોલક વાડી ફળિયા
ડૂબું  ડૂબું શેરી બજાર
ને બાર ગાઉ અંધાર 
ઉપર પાણી કાળું
છાપ્યું એક મથાળું

તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી

બાબુલ 












દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...