એથી
બંદી બનાવાઈને પુરાવાઈ ગયો છું
મારામાં જ
હું
માંલીપાના અંધકારથી છળી ઉઠું છું
યુગો સુધી
સળવળાટ કરતાં સાપોલિયાં સાથે
રમતાં રમતાં
કંટાળી જાઉં છું
અંતે
મારી સાથે મારામાં જ કેદ થઇ ગયેલી
એવી કોઈ એક ક્ષણ
ખણખણાટ કરતી
આવીને વળગી પડે છે મને
પણ
બંદીઓને આલિંગવાની ક્યાં છૂટ હોય છે?
એથી
ચોમેરથી ધસી આવતા કોલાહલના ટોળાં
બંદીગૃહમાં પ્રવેશે
એ પહેલાં
ફરી બેડીઓમાં પરોવી દઉં છું
હું મારી જાત
'બાબુલ’
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી