હું નથી હું
હું તો આ છું
ચાલે એ મારી પડખે
ને હું જોઈ ના શકું
ક્યારેક જેને મળું
તો ક્યારેક પાછો ભૂલું
હોય જે ખામોશ જો હું વદું
કરે એ માફ જયારે ઘૃણા કરું
વિહરે એ બારે જો હું ઘરમાં રહું
રે'શે એ અકબંધ ખડો, હું જો મરું.
યુંઅન રામોન જીમેનેઝ (Juan Ramon Jimenez ) ના કાવ્ય I am not I નો અનુવાદ