ગુરુવાર, 2 એપ્રિલ, 2009

તિરાડ - 'બાબુલ’

બે
ક્ષણો
વચ્ચેની
બારીક તિરાડમાં
ક્યાંકથી પ્રવેશી જાય છે
તારી યાદ

પછી
તિરાડ
ફેરવાઇ જાય છે
અઘોર અવકાશમાં
અને
એ પછીની જ ક્ષણે
મારી પર બેરહમીથી તૂટી પડે છે
એ અવકાશ
ત્યારે
દૂર રહ્યે
તું
શું નિહાળ્યા કરતી હોઇશ?

'બાબુલ’
કાવ્ય સંગ્રહ ‘અસર’ માંથી

સાંજ બધી ઉદાસ છે- 'બાબુલ’

સાંજ બધી ઉદાસ છે
તારા મિલનની આશ છે
હું તો બિચારો એકલો
ને એકલું આકાશ છે
સૂરજ ડૂબ્યો જે આંગણે
એ રાત નો આવાસ છે
તારા વિના સૂનો સૂનો
આ ચાંદ નો ઉજાસ છે
સૂરજ વિના નાં સપનાં
ઊંડા ઊંડા રે શ્વાસ છે
આંખ પર છલકી છે એ
હોઠોને જેની પ્યાસ છે
આ ભીનું ભીનું દિલ છે
કે ઊર્મિ તણી ભિનાશ છે
‘બાબુલ’ જો ગઝલમાં કહે
બોલ ઇર્શાદ શાબાશ છે

'બાબુલ’




રવિવાર, 29 માર્ચ, 2009

ઉઘાડો બારણું ને...આવો

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો
- આદિલ મન્સૂરી

हाथ में तक़दीर - 'बाबुल'

यूँ तो सिर्फ़ एकाद लकीर की बात है

हाथ ही में बस तक़दीर की बात है

हो गया है शहीद ईमान 'बाबुल'

फ़िर भी मस्जिद मन्दिर की बात है

'बाबुल'

अंगडाई भी

अंगडाई भी वो लेने न पाये उठा के हाथ

देखा जो मुझको छोड़ दिए मुस्कुरा के हाथ

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...