શુક્રવાર, 10 જુલાઈ, 2009

વિસ્ફોટ - 'બાબુલ’

મારી આંખમાં ફૂટી નીકળેલું
સાતમું આકાશ
વાદળ થઇ વરસી પડે
અનરાધાર
ભીંજાયેલા હૃદયમાં થાય શરૂ
વાવણી
લાગણીની
એક
કાચી માટીનું ખોરડું
ઓગળીને થઇ જાય
એકાકાર:
મારું શરીર
અનુભૂતિથી દૂર
જાણે
અજાણ્યા વાતાવરણમાં
પામે વિસ્ફોટ!
શેષ:
ઝરમરિયાં સંવેદનો
ફોરાં ફોરાં

'બાબુલ'
કાવ્ય સંગ્રહ 'અસર' માં થી

રવિવાર, 5 જુલાઈ, 2009

બુદ્ધિ - 'બાબુલ’

બુદ્ધિ કંઇ ટોળે નથી વળતી
ટોળામાં બુદ્ધિ નથી મળતી
ના ખણ માથું તું 'બાબુલ'
બુદ્ધિ કંઇ સૌને નથી ફળતી

'બાબુલ’

છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...