શુક્રવાર, 10 જુલાઈ, 2009

વિસ્ફોટ - 'બાબુલ’

મારી આંખમાં ફૂટી નીકળેલું
સાતમું આકાશ
વાદળ થઇ વરસી પડે
અનરાધાર
ભીંજાયેલા હૃદયમાં થાય શરૂ
વાવણી
લાગણીની
એક
કાચી માટીનું ખોરડું
ઓગળીને થઇ જાય
એકાકાર:
મારું શરીર
અનુભૂતિથી દૂર
જાણે
અજાણ્યા વાતાવરણમાં
પામે વિસ્ફોટ!
શેષ:
ઝરમરિયાં સંવેદનો
ફોરાં ફોરાં

'બાબુલ'
કાવ્ય સંગ્રહ 'અસર' માં થી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...