પાંખ પ્રસારી ઉભા વસવસા
ઝબુકતા દીપની હુંફ જરા
પડછાયા દીર્ઘ મન હ્રસ્વ શા
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
જીવશું હકડેઠઠ બાપુ
હાંકડમાંકડ મરશું
પંડે ભૂખ્યા રૈને દાદુ
ઘીના દીવા કરશું
રણમાં જોશું વાટ પિયાની
ધુળિયા થાપા કરશું
વરસે ગગનું જે દિ એ દિ
રેલમછેલ તરશું
નાકું છો ને ઉબડખાબડ
પથરે આસન કરશું
માથે તપતા સૂરજ કાળા
લથપથ તડકે ફરશું
પેટ ભલે ને બળતું ધગધગ
ખાલી બુકડા ભરશું
હખદખ બેઠા અડખેપડખે
દલની ટાઢે ઠરશું
હુતાશણીની હારે હારે
રંગ ધુળેટી કરશું
હેતે થૈ ને તરબતર
નૈવધ હાથે ધરશું
જીવશું હકડેઠઠ બાપુ ...હાંકડમાંકડ મરશું
'બાબુલ’
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...