શનિવાર, 25 જૂન, 2016

એક વાદળી બનાવ- બાબુલ

છલકાતું તડકાઉ તળાવ
છીછરાં ખાબોચિયાંનો
સાવ હંગામી પડાવ 

કાદવિયા કિનારે
ભેંસે વળગેલાં છાંયડા-  
પાણીદાર ગીત

આતુર ધરા - ઊની આહ
રીસ ટેકરીયાળ:
ગારા કેરી  ભીંત  

વરસ પછી વરસ્યો સાંવરિયો
મેઘા સંગ એ નાહી
પાણી પાણી બસ પ્રીત  

બન્યો વાદળી બનાવ
પળમાં પીગળી ભીંત ને   
મલકાયું  છલકાતું તળાવ
   
બાબુલ 


છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...