કોઇના તેજે ચળકે છે તારો
ક્યાં એ કોઇ દિ છલકે છે તારો
ઓ ચંદ્રની લાગે ના બુરી નજર
રોજ એ ભયથી ભડકે છે તારો
અંધાર રાત ને દિવડો એકલો
ખુદ એ ખયાલથી મલકે છે તારો
છે દોસ્ત ઉંચા તેજીલા ભારે
પરાયા તેજે ચમકે છે તારો
છે એનો વારો હવે ખરવાનો
એટલે જ બહુ ટમકે છે તારો
બાબુલ
દુબઈ 14 2 12