મંગળવાર, 6 ડિસેમ્બર, 2011

ભય- બાબુલ

ઉંચાઈનો ભય લાગે છે
ઉંડાઈનો ભય લાગે છે
આંબીને શિખરને અંતે
આ ખાઈ નો ભય લાગે છે
અરે વાત શું કરું દોસ્તો
કે  ભાઈનો ભય લાગે છે
જીત્યા તો  સિકંદર હા રે
કાં રાઈનો ભય લાગે છે
બાહુપાસમાં ન લો જાનું
જુદાઈનો ભય લાગે છે
શું માપથી મળશે જમીન
લંબાઈનો ભય લાગે છે બાબુલછૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...