શનિવાર, 23 મે, 2020

હેવાયો - બાબુલ

હેવાયો - બાબુલ

હું  એમનો હેવાયો છું
છું એકલો ટેવાયો છું
જો ભાવતું સપનું આવે
બંધ આંખે દેખાયો છું
રોજ સહું હું જ સૂરજ
તું પાડ તો પડછાયો છું
છે ઝળહળ હજી મારામાં
છો અંધારે ઘેરાયો છું
ના સાંકળો બેડીઓથી
તુજ પ્રેમથી બંધાયો છું
છું આમ તો પુરબહાર પણ
જાતે ખુદમાં પૂરાયો છું
'બાબુલ' પ્રસરવાનો બધે
હજી ક્યાં કશે ફેલાયો છું?


બાબુલ
23 એપ્રિલ 2020


છૂટા પડવાની વેળા - બાબુલ

 છેવટે  આવીને વળગે છે એ એવી:  વિહવળ કરી દે સામટા ગળગળા છૂટા પડવાની વેળા નૈન અગનગોળો જેમ ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં લોપાઇ જાય આકાશની વિશાળ ...