લતાબેનની આ અછાંદસ રચના શાંત ચિત્તે મમળાવવા જેવી છે, એના શબ્દે શબ્દે ભાવનાઓ વળ ખાતી વર્તાશે. એને કોઈ પ્રસ્તાવનાની જરૂર જ નથી, એ પુરવાર કરે છે કે દર્દ વાચાળ છે.
લેપટોપ ખોલીને બેઠી છું
વિંડો ખુલે છે ને ફાઇલ પણ
ફોટાઓ એક પછી એક
તમારા હાસ્યને એણે બરાબર સાચવ્યું છે
સ્હેજેય આમતેમ થયા વગર
એક એક રેખા અકબંધ
એક એક ફોટો
એ જ હેત
ને એ જ સચ્ચાઇથી
ફર્યે જાય છે મારી આંખ સામે
મને થાય છે કોપી કરી લઉં તમારા સ્મિતની
અને પેસ્ટ કરી દઉં મારી સ્મૃતિના ખાનામાં
ભરી દઉં આખેઆખું..
પેસ્ટ કર્યા જ કરું છું
કર્યા જ કરું છું
પણ એ રાત....
એ રાતનો ચહેરો
તરડાતો – શ્વાસ માટે વળ ખાતો ચહેરો
જીવન માટે ઝઝુમતો ચહેરો
કેમેય કરીને ડીલીટ થતો જ નથી..
એ રાતની આંધી
રીસાયકલબીનમાંથી
વળી એક વાર રીસ્ટોર થઇ ગઇ
આંધી અને પછી પૂર સાચેસાચું
તો યે
એ વિલાતા ચહેરાની
એકે એક રેખા અકબંધ..
9 નવેમ્બર 2009
Part of us also die when someone leaves so dear to us. Another wayto look also is that the departed one is then distributed in all those dear & near ones left behind.
જવાબ આપોકાઢી નાખોNitin Shukla
16 Jan 2010
એમના બ્લોગ પર આ રચના વાંચી હતી. ફરી વાંચવાની મઝા પડી.
જવાબ આપોકાઢી નાખોPancham Shulkla
16/1/2010
Thank U Babulbhai...
જવાબ આપોકાઢી નાખોI see this today
Lata Hirani