શું કામ લીધું હશે એણે નામ ખાલી
જરાકમાં લો થયા બદનામ ખાલી
હવે આ તરસને કેમ રોકાય બોલો
મળ્યું નહીં બુંદ એક ને જામ ખાલી
જવાબમાં ના સંદેશ ના પત્ર આવે
એકાંત લાગશે એકલું કામ ખાલી
ડગી ધરા જરા છલક્યો સાગર થોડો
થઈ ગયા પછી ઘર તમામ ખાલી
અહી તો ઉતારી હતી યાદની પોઠો
ફરી કેમ થયું 'બાબુલ' ગામ ખાલી
Pancham Shukla 22 Mar
જવાબ આપોકાઢી નાખોNice one . Enjoyed.
ત્સુનામીનો કેર પણ સરસ રીતે વણી લીધો છે..
ડગી ધરા જરા છલક્યો સાગર થોડો
થઈ ગયા પછી ઘર તમામ ખાલી
Vipool Kalyani 23 Mar
જવાબ આપોકાઢી નાખોયાદની પોઠોમાં અાખું ગામ ! વાહ, કલ્પના સરસ છે.