શનિવાર, 28 મે, 2011

હાય રે - બાબુલ


એક ઉર્દૂ ગઝલની પ્રેરણા અને એમના શેર ના અનુવાદને સમાવી ને સજાવેલા આ જોડકણા ...

હતા બધા એવા નજીક અથડાયા બહુ 
પછી થયું રે  હાય હૈયા ઘવાયા  બહુ 

"કઈ કઈ રીતે ભેદ અહીં ખુલતા ગયા
કરી મિત્રોથી વાત તો પસ્તાયા બહુ 
નથી હવે મારા ઘરે કોઈ  દીવાલ બાકી 
હતા નગરમાં કાલ સુધી પડછાયા બહુ 
થઈ  આદત નિર્વસ્ત્રતાની ધીમે ધીમે  
પ્રથમ તો અજાણ લોકમાં શરમાયા બહુ"

જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ

બાબુલ 

4 ટિપ્પણીઓ:

  1. Vipool Kalyani 29/5/11


    જરાક તો ખોલી દે દરવાજા મનના
    સવારથી સાંજ અમે અટવાયા બહુ

    વાહ ! દોસ્ત, વાહ !

    જવાબ આપોકાઢી નાખો
  2. હતા બધા એવા નજીક અથડાયા બહુ
    પછી થયું રે હાય હૈયા ઘવાયા બહુ

    touched too deep in my heart

    Saeed

    જવાબ આપોકાઢી નાખો
  3. Excellant creation....
    Musheer Jhanjhavi is the original creator not Basheer Badr as I had mentioned earlier...

    I would like to add a couple of lines

    ઉડવું હતું ગગન માં, પાંખો ઉઘાડી જયારે
    સાંકળ બની ને વળગ્યા મારા જ પડછાયા બહુ

    Saeed

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...