શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

વિષાદ -બાબુલ

છે વિષાદ 
અહીં પણ, ત્યાં પણ...
ત્યાં- 
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મુશળધાર હેલી
ઘડી બે ઘડી.
અહીં-
પાનખરના પ્રત્યેક પર્ણ પતન ની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઇ થીજે
લાંબી અંધારી રાતમાં
સતત
અવિરત.

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 

2 ટિપ્પણીઓ:

  1. ને ઢગમાં વરસેલ ગમ
    બરફ થઇ થીજે
    લાંબી અંધારી રાતમાં
    સતત

    અવિરત.

    ને પછી ટપક્યા કરે શબ્દોમાં

    લતા હિરાણી

    જવાબ આપોકાઢી નાખો
  2. વિષાદની ગતિમય અને સ્થગિત એમ બન્ને અવસ્થા....

    Pancham Shukla
    22 Jan 2010

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...