ખંડેરિયા શબ્દ સાચવ્યા તો સારું થયું
ઈમેલિયા સંદેશ પાઠવ્યા તો સારું થયું
હતી ઝંખના મળવાની કેટલી સદીઓની
નેટ પર દ્ર્શ્ય ફાળવ્યા તો સારું થયું
આહલાદ આલિંગનનો ક્યારે મળત
વર્ચ્યુઅલ સપન સાંપડ્યા તો સારું થયું
બધા ઘાટ વિખરાયા ટુકડા થઈ પળમાં
સ્ક્રીનમાં શિલ્પ સાચવ્યા તો સારું થયું
મહેંકતા’તા શેર ‘બાબુલ’ના એમ તો
કી બોર્ડના કવન સાંભળ્યા તો સારું થયું
