શનિવાર, 24 એપ્રિલ, 2010

ગુરુવાર, 1 એપ્રિલ, 2010

વાત - બાબુલ

આમ તો એકાદ લકીરની વાત છે
હાથમાંજ બાકી તકદીરની વાત છે

ના રો મળેલા બુઢાપાને 'બાબુલ'
અહીં ખોવાયેલા સગીરની વાત છે.
બાબુલ

શનિવાર, 27 માર્ચ, 2010

में रह गया - સઈદ મુસાફિર

ફસોસ ! અફસોસ કે સમયને પાછો નથી લઇ જઈ શકાતો, ના તો બનેલી ઘટનાઓ ને બદલી શકાય છે. આવી જ કોઈ વ્યથામાં શાયર અહીં લખે છે... ખોવાયેલી તકો વિષે, અને શાયર નું એ insight કદાચ બીજા સૌને મદદરૂપ થાય એમ માની ને કદાચ શાયર એમની વેદના ને આમ વર્ણવે છે....


जलवों को देखने में दिखाने में रह गया
मैं  आईना था सबको लुभाने में रह गया II
 
उसने हकीक़तों के समुन्दर को मथ लिया
मैं  था के अपने ख्वाब सजाने में रह गया II
 
यारों ने रेंग रेंग के मंजिल को पा लिया
मैं  रास्ते के खार हटाने में रह गया II
 
कल रात चोर दौलते एहसास ले गए
मैं  अपने घर की शमा जलाने में रह गया II
 
डाका पड़ा था घर में और घर भी लुट गया
मैं  था के अपनी जान बचाने में रह गया II

खार = thorns (कांटे)
સઈદ મુસાફિર 

શુક્રવાર, 19 માર્ચ, 2010

બાબુલ છું



રોજ આંખના આંસુ હું ખાળ્યા કરું છું 
 બાબુલ છું જાતને સંભાળ્યા કરું છું 
 તપી ગયા જો તડકે દિ ભર પછી  
 સાંજ ઢળે ઢોલિયા ઢાળ્યા કરું છું
બાબુલ

સોમવાર, 15 માર્ચ, 2010

અંતરની જાગ્રતિ


સ્વભાવથી અને સંસ્કારથી માણસને અંધારું પ્રિય છે.અંધારા  પણ જાત જાત નાં હોય છે ને?  એવી અવસ્થા હોય ત્યારે જાગૃત જન અજવાળું ઝંખે એ માટે એના અંતરની જાગ્રતિ હોવી જોઈએ; એની તલપ હોવી જોઈએ. ઇક્બાલે એ અવસ્થા ને આ પંક્તિઓમાં પડઘાવી છે:
                                                       કુછ  કફ્સ કી તીલીયો  સે   છૂં રહા હય નૂર  સા ,
                                                       કુછ ફીઝા , કુછ  હસરતે , પરવાઝ  કી બાતે  કરો;
                                                       બેખુદી  બઢતી ચલી હય , રાઝ કી બાતે  કરો.
 
 
અંતર નો અવાજ કોણ સાંભળી શકે છે? એ માટે જોઈએ  અંતરની ભીતરની સમજ. અને એ આવે છે વર્ષોની  અતુટ  સાધનાથી.
 
દાઉદભાઈ ઘાંચી 

શુક્રવાર, 12 માર્ચ, 2010

પાર કરી દે

આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...

મારી આ દિવાલોથી મને પાર કરી દે
બારીથી મને એક વખત દ્વાર કરી દે
...
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા
તારાથી હવે થાય તો અંધાર કરી દે ...

ગૌરાંગ ઠાકર 

રવિવાર, 7 માર્ચ, 2010

સખી - મહેશ યાજ્ઞિક

ઊર્મિગીત નરી સંવેદનાથી છલોછલ  છે. એમાં સ્પર્શની નજાકત છે, રસીલું કંપન છે, કોઈ અદભૂત અવસરનું ઘટ્ટ રહસ્ય છે.... સમયપટ ઉપર અંકાયેલું સ્વપ્નિલ ચિત્ર, રંગવિહીન, તરસતું ને છતાં રોચક - રોમાંચક; એવું કે જંપવા જ ના દે! એથી જ તો એ સદાબહાર પુલકિત રહ્યું છે!
  
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી


સખી દરદના દેશ વચાળે
મારું તારું મળવું
નવી તરસ લઇ આંખ દુવારે
ઈચ્છાનું ટળવળવું 


એક ઘડી તો લાગ્યું સઘળા અવસર જશે સંપી
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી


સખી વરસતું આભ મળ્યું ને
મળ્યું આયખું કોરું
લાવ હથેળી રંગ વગરનું
સ્વપ્ન આપણું દોરું


પ્રથમ સ્પર્શ નું ઘેન ચઢ્યું કૈ લાગણી ઓ ના જંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી

મહેશ યાજ્ઞિક

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...