આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...
મારી આ દિવાલોથી મને પાર કરી દે
બારીથી મને એક વખત દ્વાર કરી દે
...
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા
તારાથી હવે થાય તો અંધાર કરી દે ...
ગૌરાંગ ઠાકર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો