રવિવાર, 7 માર્ચ, 2010

સખી - મહેશ યાજ્ઞિક

ઊર્મિગીત નરી સંવેદનાથી છલોછલ  છે. એમાં સ્પર્શની નજાકત છે, રસીલું કંપન છે, કોઈ અદભૂત અવસરનું ઘટ્ટ રહસ્ય છે.... સમયપટ ઉપર અંકાયેલું સ્વપ્નિલ ચિત્ર, રંગવિહીન, તરસતું ને છતાં રોચક - રોમાંચક; એવું કે જંપવા જ ના દે! એથી જ તો એ સદાબહાર પુલકિત રહ્યું છે!
  
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી


સખી દરદના દેશ વચાળે
મારું તારું મળવું
નવી તરસ લઇ આંખ દુવારે
ઈચ્છાનું ટળવળવું 


એક ઘડી તો લાગ્યું સઘળા અવસર જશે સંપી
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી


સખી વરસતું આભ મળ્યું ને
મળ્યું આયખું કોરું
લાવ હથેળી રંગ વગરનું
સ્વપ્ન આપણું દોરું


પ્રથમ સ્પર્શ નું ઘેન ચઢ્યું કૈ લાગણી ઓ ના જંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી

મહેશ યાજ્ઞિક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...