શુક્રવાર, 27 નવેમ્બર, 2009

ગલગલિયાં - 'બાબુલ’



તહેવારની ખુશી સૌથી વધુ બાળકોને હોય છે; ઇદના પ્રસંગે મારા આ બાળકાવ્ય થકી સૌને શુભેચ્છા... 


કિનારે રમવા આવ્યું બતક
જોઇ બિલ્લાને ભાગ્યું તરત
ચકલીને પણ જોવા મળત
સસ્સારાણાની એક રમત
કાચબાજીની કાઠી કસરત
મગરને ગલગલિયાં કરત
એક ટીંટોડી જો ના ઠગત
તો હંસલા ખડખડાટ હસત
માછલીએ મારી છે શરત
કે થાકશે જરૂર બગભગત
દેડકો ય કાંઇ ના ઉછળત
કીડી મંકોડા જો ના લડત


'બાબુલ’

ગુરુવાર, 26 નવેમ્બર, 2009

શું થયું મુંબઈ - કૃષ્ણ દવે


શું થયું મુંબઈ?
બધ્ધું જ શમી ગયું ને!
એ તો સ્મશાન વૈરાગ્ય!
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય,
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં?
રોઈ રોઈ ને આંખ સુજી ગઈ ને?
ચલ હવે શાંતિથી ઉંઘી જા,
બીજી કોઈ ઘટના ના બને ત્યાં સુધી.

કૃષ્ણ દવે   

શનિવાર, 21 નવેમ્બર, 2009

मेह

मेह सहरामे बरसते हे हमारे देस में
लोग पानी को तरसते हे हमारे देस में

સૌજન્ય: સઈદ પઠાણ ( યુ એસ એ )   

ફરિયાદ - 'બાબુલ’

મેઘધનુષની બસ એટલી ફરિયાદ છે
આછો સુરજ અને નાગો વરસાદ છે


'બાબુલ’

તરસ્યાનું ઘર


કવિનું શબ્દ પ્રયોજન એવું શક્તિશાળી હોય છે કે સાદગી પણ મનોહર અને સ્પર્શનીય બની જાય છે. બહુ વરસોથી આ મુક્તક મારું પ્રિય બની રહ્યું છે... શક્ય છે આપ ને પણ એ ગમે!

ઝૂકી બહુ જ વાદળી મારા જ ઘર ઉપર
સમજી ગઈ એ, આ કોઈ તરસ્યાનું ઘર હશે

ઠાકોરભાઈ દેસાઈ 'પરિમલ'

રવિવાર, 15 નવેમ્બર, 2009

નાપસંદ - 'બાબુલ’



ભાઈ પંચમ શુક્લનો એક શેર એમની ગઝલ 'કશું શાયદ પસંદ નથી' માં વાંચ્યો અને ગમી ગયો....




"પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ, 
બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ"
( http://spancham.wordpress.com/2009/11/15/nathi-pasan/)
---- અને એ જ રદીફ કાફિયામાં મારી આ કંડિકાઓ સાદર ....

આપી હતી બધી લઈ લીધી તમામ એ
નામના ઘેલછા ઉંચા આ પદ નથી પસંદ
કાયા જરા સમેટી લો તમે હવે 'બાબુલ'
નાની પડે કબર મને એવા કદ નથી પસંદ
'બાબુલ’ 


શનિવાર, 14 નવેમ્બર, 2009

અડખે પડખે - 'બાબુલ’

અડખે પડખે

આગળની post મા નીચે મુકેલ છે તે Side by side એક નવોદિત રચના છે. એમાં રેનિયા (Renia) એક યુવાન સૈનિકના મનોભાવ વર્ણવે છે... એક નવયુવાનનો સાહસ પ્રત્યેનો ઉમંગ, જંગ સુધી ની મુશ્કેલ સફર અને યુદ્ધની ભયંકર વાસ્તવિકતા અને પરકાષ્ઠા મા અંગત નુકસાનને એક નવું પરિમાણ આપ્યું છે. ...'અડખે પડખે' એનો અનુવાદ આપ ને સાદર છે. 'બાબુલ' Faruque Ghanchi

કદમતાલ એક જવાન સત્તર સાલના
ભેરુ હતા એના અડખે પડખે
ટોળે ઉમટ્યો જુસ્સો - લહેરાતા ધજા પતાકા,વળી ધબાકા ઢોલના
ઝુકેલી મા આંસુ ભીની નજરું છલકે
ચઢે એને શુર જોઈ નવા ભેરુ
ઉમંગમા એ જાણે મલકે
સજી ગણવેશ ઉપડ્યો દરિયે અજાણ્યે
નીરવતામા ઉંદરનું ચુ ચુ ખોફનાક, ભાસે ભેંકાર વહાણે
ખડા એ જલદ જળમાં ,
અજાણ કે પગ તો સડતા
એ ઊંઘ્યા જમ્યા રડ્યા
પડ્યા લોહી નીગળતા
એ જ ખાડામા અડખે પડખે
એક એક કરતા યાર ખોવાતા,
કો ઝેરી ગેસે, કો બંદુકે,
બાકી બણબણતી માખીએ
(અડખે પડખે)
પછી જે દિ આવ્યો સંદેશો ,
' અરે ઓ શુરવીર બંકાઓ , ના ડરશો'
અચાનક:
હૈયું એનું હચમચ્યું અને પૂગ્યું ઘેર,
જેને તરસતો 'તો એ આની મેર
લીધો શ્વાસ ઊંડો, તો સત્તરે જ પુખ્ત થઇ ગયો
જોયું ઘર, મા અને એ ડોલ્યો
ના રડ્યો
પણ લડખડ્યો
થઇ બેવડ
એ પડ્યો
ધરા પર,
ભેરુ હતા એના અડખે પડખે


અનુવાદ - 'બાબુલ'

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...