શનિવાર, 14 નવેમ્બર, 2009

અડખે પડખે - 'બાબુલ’

ડખે પડખે

આગળની post મા નીચે મુકેલ છે તે Side by side એક નવોદિત રચના છે. એમાં રેનિયા (Renia) એક યુવાન સૈનિકના મનોભાવ વર્ણવે છે... એક નવયુવાનનો સાહસ પ્રત્યેનો ઉમંગ, જંગ સુધી ની મુશ્કેલ સફર અને યુદ્ધની ભયંકર વાસ્તવિકતા અને પરકાષ્ઠા મા અંગત નુકસાનને એક નવું પરિમાણ આપ્યું છે. ...'અડખે પડખે' એનો અનુવાદ આપ ને સાદર છે. 'બાબુલ' Faruque Ghanchi

કદમતાલ એક જવાન સત્તર સાલના
ભેરુ હતા એના અડખે પડખે
ટોળે ઉમટ્યો જુસ્સો - લહેરાતા ધજા પતાકા,વળી ધબાકા ઢોલના
ઝુકેલી મા આંસુ ભીની નજરું છલકે
ચઢે એને શુર જોઈ નવા ભેરુ
ઉમંગમા એ જાણે મલકે
સજી ગણવેશ ઉપડ્યો દરિયે અજાણ્યે
નીરવતામા ઉંદરનું ચુ ચુ ખોફનાક, ભાસે ભેંકાર વહાણે
ખડા એ જલદ જળમાં ,
અજાણ કે પગ તો સડતા
એ ઊંઘ્યા જમ્યા રડ્યા
પડ્યા લોહી નીગળતા
એ જ ખાડામા અડખે પડખે
એક એક કરતા યાર ખોવાતા,
કો ઝેરી ગેસે, કો બંદુકે,
બાકી બણબણતી માખીએ
(અડખે પડખે)
પછી જે દિ આવ્યો સંદેશો ,
' અરે ઓ શુરવીર બંકાઓ , ના ડરશો'
અચાનક:
હૈયું એનું હચમચ્યું અને પૂગ્યું ઘેર,
જેને તરસતો 'તો એ આની મેર
લીધો શ્વાસ ઊંડો, તો સત્તરે જ પુખ્ત થઇ ગયો
જોયું ઘર, મા અને એ ડોલ્યો
ના રડ્યો
પણ લડખડ્યો
થઇ બેવડ
એ પડ્યો
ધરા પર,
ભેરુ હતા એના અડખે પડખે


અનુવાદ - 'બાબુલ'

2 ટિપ્પણીઓ:

  1. અડખે પડખે એક ખુબ ભાવવાહી ભાષાંતર છે.કવિની સંવેદનાઓ કેટલી બધી બારીકાઈવાળી છે?એને ગુજરાતીમાં હેમ ખેમ ઉતારવી એ કવિ ના જેવીજ અને જેટલીજ દિલની નાજુકાઈ માગી લે છે. અભિનંદન.
    dawoodbhai

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...