છે વિષાદ
અહીં પણ, ત્યાં પણ...
ત્યાં-
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મુશળધાર હેલી
ઘડી બે ઘડી.
અહીં-
પાનખરના પ્રત્યેક પર્ણ પતન ની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઇ થીજે
લાંબી અંધારી રાતમાં
સતત
અવિરત.
બાબુલ
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
એક યાદગાર ગઝલનું બનવું એ એ કોઈ અકસ્માત નથી. એમાં કવિનું અવલોકન, કવિનો માંહ્યલો જીવ ધબકતો હોય છે. એના પ્રત્યેક શેરમાં ઉછળતા લોહીનો આવેશ હોય છે, અંત્યાનુપ્રાસથી જન્મેલા પ્રત્યેક લયમાં સંવેદના ઢળેલી હોય છે શાયર એમની આ ગઝલના ચોથા શેરમાં કહે છે એમ કદાચ કવિઓ પણ એમની કલાનું મૂલ્યાંકન ક્યારેક ઓછું તો નથી આણતા ને?
લતાબેનની આ અછાંદસ રચના શાંત ચિત્તે મમળાવવા જેવી છે, એના શબ્દે શબ્દે ભાવનાઓ વળ ખાતી વર્તાશે. એને કોઈ પ્રસ્તાવનાની જરૂર જ નથી, એ પુરવાર કરે છે કે દર્દ વાચાળ છે.
શાર્લોટ મ્યુ (Charlotte Mew) નું કાવ્ય I so liked Spring એક ભાવવાહી રચના છે. અહીં એનો મારો અનુવાદ પ્રસ્તુત કર્યાનો આનંદ છે.આશા છે કે આપ ને એ ગમશે.
શહરયારના શેર ચોટદાર હોય છે. દર્દ ઘૂંટીને રચેલી એમની આ ગઝલ હૃદયસ્પર્શી છે. ઉદાસીને- ગમને ઓછો કરવાનો ઉપાય શું? સમય સાથે એમાં પણ ઘસારો આવે જ છે ને? ઉદાસીથી ટેવાતા જવું એ જ કદાચ જિંદગી છે- શાયર માટે.
'Locked in syndrome' એ એક ખૂબ હૃદયદ્રાવક નાના મગજની બિમારી છે જેમાં દર્દી માટે સંપૂર્ણ રીતે સભાન સચેત હોવા છતાં વાતચીત કરી શકાતી નથી.આવા દર્દીની મનોસ્થિતિ ઉપર રેનિયાનું કાવ્ય How do you Scream? રચાયેલું છે. એનો મારો ભાવાનુવાદ અને એ કાવ્ય અહીં પ્રસ્તુત છે...
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...